પોલીસ ઈન્સ્પેક્ટરની કચેરી તાપી લાંચ રુશવત વિરોધી બ્યૂરો નવા બસ સ્ટેશન પાસે, રેલવે સ્ટેશન રોડ વ્યારા જીલ્લો-.તાપી ૩૯૪૬૫૦ ફોન :- ૦૨૬૨૬ ૨૨૪૪૫૫ Email :- polstn-acbpol-tapi@gujarat.gov.in |
ક્રમાંક: તાપી એ.સી.બી/અરજી તપાસ/ /૨૦૨૪
Number: Tapi ACB/Application Enquiry//૨૦૨૪
તા. / /૨૦૨૪.
Ta. / / 2024.
પ્રતિ,મુખ્ય પોલીસ અધિકારી અને નિયામકશ્રી,લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો,ગુ.રા.,અમદાવાદ.
Chief Police Officer and Director, Anti-Bribery Bureau, G.R., Ahmedabad.
વિષય | શ્રીમતિ મંજુલાબેન અરવિંદભાઇ ગાંગોડા (સરપંચ) રાયગઢ ગ્રામ ડોલવણ તાપી અને તેમના પતિ અરવિંદભાઇ અવસુભાઇ ગાંગોડા અને પંચાયતના સભ્ય એવા (મેટ) ફિલિપભાઇ નવસુભાઇ ગાંગોડા દ્વારા તાપી જીલ્લાના ડોલવણ તાલુકાના રાયગઢ ગ્રામ પંચાયતમાં વિકાસ કામોમાં મોટાપાયે સરકારી નાણાનો ઉપયોગ કરી કરોડો રુપિયાનું કૌભાંડ કરેલ હોવાના આક્ષેપો બાબતની અરજીના કામે વિગતવારનો વિસ્તૃત અહેવાલ મોકલવા બાબત | |
હવાલો | (૧) આપશ્રીની કચેરીના પત્ર ક્રમાંક: તપસ/પરચ/તાપી/૦૭/૨૦૧૯/૬૦૦ તા.૨૨/૦૩૨૦૧૯ અન્વયે (આક્ષેપિત શ્રીમતિ મંજુલાબેન અરવિંદભાઇ અવસું (સરપંચ) તથા અન્યો રાયગઢ ગ્રામ ડોલવણ તાપીનાઓ સામેના આક્ષેપોની તપાસ કરી અહેવાલ પાઠવવા અંગે. | |
સંદર્ભ :- | (એ) તાપી એ.સી.બી કચેરીના પત્ર ક્રમાંક:૨૨૯/૨૦૩ તા:૦૪/૦૩/૨૦૨૩ થી જિલ્લા ગ્રામ વિકાસ અધિકારીશ્રી તાપી-વ્યારા નાઓને અરજી કામે માહિતી મેળવવા પાઠવેલ પત્ર. આધારે | |
(બી) અધિક જિલ્લા પ્રોગ્રામ કો ઓર્ડીનેટર અને નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાપીની કચેરીના પત્ર ક્રમાંક: જી .ગ્રા.વિ.એ/મનરેગા/માહિતી/વશી-૧૦૦૬/૨૦૨૩ તા: ૧૭/૦૩/૨૦૨૩ આપેલ માહીતી રીપોર્ટ આધારે | ||
(સી) નાયબ સચિવશ્રી ગુજરાત તકેદારી આયોગ ગાંધીનગરની કચેરીના પત્રક્રમાંક: પગખ/૧૧/૨૦૧૭/૨૩૯૭૧૧/E તા:૨૯/૦૪/૨૦૧૭ થી રાયગઢ ગ્રામ પંચાયતમાં થયેલ કામોની તપાસ કરી હકિકતલક્ષી અહેવાલ મેળવવા પાઠવેલ પત્ર આધારે | ||
(ડી) ચેરમેન અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જિલ્લા પંચાયત કચેરી તાપીની કચેરીના પત્ર ક્રમાંક: જી .ગ્રા.વિ.એ/મનરેગા /રાયગઢ/ફરીયાદ/વશી-૧૪૨૮ થી ૧૪૨૯ /૨૦૧૮ તા:૨૭/૦૭/૨૦૧૮ થી નાયબ સચિવશ્રી ગુજરાત તકેદારી આયોગ ગાંધીનગરની કચેરીને પાઠવેલ મુદ્દાસરના અહેવાલ આધારે |
સવિનય, પોલીસ ઇન્સ્પેકટર, એસ.એચ.ચૌધરી, ઇન્ચાર્જ તાપી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની કચેરી વ્યારા જીલ્લો તાપીનાઓનો વિનંતી રીપોર્ટ કે,
Savinay, Police Inspector S.H. Chaudharyin-charge Tapi Bribery Office of the Anti-Bribery Bureau Vyara District TapiNao's request report that,
ઉપરોકત વિષય તથા હવાલા અન્વયે જણાવવાનું કે, શ્રીમતિ મંજુલાબેન અરવિંદભાઇ ગાંગોડા (સરપંચ) રાયગઢ ગ્રામ ડોલવણ તાપી અને તેમના પતિ અરવિંદભાઇ અવસુભાઇ ગાંગોડા અને પંચાયતના સભ્ય એવા (મેટ) ફિલિપભાઇ નવસુભાઇ ગાંગોડા દ્વારા તાપી જીલ્લાના ડોલવણ તાલુકાના રાયગઢ ગ્રામ પંચાયતમાં વિકાસ કામોમાં સરકારી નાણાંનો અનુચિત ઉપયોગ કરી કરોડો રુપિયાનું કૌભાંડ કરેલ હોવાના અરજીના આક્ષેપોની પ્રાથમિક તપાસ કરી સત્યતા ચકાસી અહેવાલ રિપોર્ટ રજૂ કરવા આદેશ અપાયો હતો. તે અનુસાર વિવિધ તપાસ અધિકારીઓએ સમયાંતરે કરેલી તપાસોને એકત્રિત કરી અમે આ કેસની તપાસ સંભાળી લઈ તપાસ દરમિયાન મળેલ પુરાવાઓ અને કાગળપત્રોની તપાસ કરતા નીચે મુજબની હકીકતો જણાઈ આવેલ છે જે આધારે એક હકીકતલક્ષી વિસ્તુત અહેવાલ તૈયાર કરી આ બરોબર મોકલી આપેલ છે.
Smt. Manjulaben Arvindbhai Gangoda (Sarpanch), Raigad Village Dolvan Tapi and her husband Arvindbhai Avsubhai Gangoda and Panchayat member (Mat) Philipbhai Navsubhai Gangoda had filed a preliminary inquiry into the allegations of misappropriation of government funds in development works in Raigad Gram Panchayat of Dolvan taluka of Tapi district. Accordingly, after collecting the investigations conducted by various investigating officers from time to time, we have taken over the investigation of this case and after examining the evidence and papers found during the investigation, the following facts have been found on the basis of which a fact-based detailed report has been prepared and sent to this place.
અરજીની તપાસ કરનાર તપાસ અધિકારીનું નામ તથા હોદ્દો : |
(૧ શ્રી,વી.એ.દેસાઈ, પોલીસ ઈન્સ્પેક્ટર, તાપી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની કચેરી વ્યારા, જી.તાપી. (૨) શ્રી,બી.જે.સરવૈયા પોલીસ ઈન્સ્પેક્ટર, I/Cતાપી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની કચેરી વ્યારા, જી.તાપી. (૪) સુ.શ્રી,એસ.એચ.ચૌધરી,પોલીસ ઈન્સ્પેક્ટર,તાપી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની કચેરી વ્યારા, જી.તાપી. (૫) શ્રી, આર.આર.સોલંકી, પોલીસ ઈન્સ્પેક્ટર, તાપી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની કચેરી વ્યારા, જી.તાપી. (૬) સુ.શ્રી,એસ.એચ.ચૌધરી, પોલીસ ઈન્સ્પેક્ટર I/C તાપી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની કચેરી વ્યારા, જી.તાપી. |
અરજદારનું નામ તથા સરનામું :- |
ઠાકરે દિલિપભાઇ ગંગુભાઇ: રહેઠાણ: ઉપલુ ફળીયુ, ગામ- રાયગઢ, તા: ડોલવણ, જીલ્લો તાપી મોબાઈલ નંબર: 9099393292 ઠાકરે જાલિમભાઇ ગમનભાઇ: રહેઠાણ: ઉપલુ ફળીયુ, ગામ- રાયગઢ, તા: ડોલવણ, જીલ્લો તાપી મોબાઈલ નંબર: 9427278558 ઠાકરે સાધુરામ સોમાભાઇ: રહેઠાણ: ઉપલુ ફળીયુ, ગામ- રાયગઢ, તા: ડોલવણ, જીલ્લો તાપી મોબાઈલ નંબર: 7283978229 ઠાકરે બિપિનભાઇ ગંગુભાઇ: રહેઠાણ: ઉપલુ ફળીયુ, ગામ- રાયગઢ, તા: ડોલવણ, જીલ્લો તાપી મોબાઈલ નંબર: 8469305010 ઠાકરે અંકિતભાઇ ગંગુભાઇ: રહેઠાણ: ઉપલુ ફળીયુ, ગામ- રાયગઢ, તા: ડોલવણ, જીલ્લો તાપી મોબાઈલ નંબર: 9726677453 |
આક્ષેપિતનું નામ અને હોદ્દો,વર્ગ, :- |
મંજુલાબેન વા/ઓ અરવિંદભાઇ અવસુભાઇ ગાંગોડા: ભૂતપૂર્વ સરપંચ અને ડોલવણ તાલુકા પંચાયત સભ્ય, રાયગઢ ગામ, ડોલવણ, તાપી ઉંમર: 45 વર્ષ વ્યવસાય: ઘરકામ રહેઠાણ: ડુંગરી ફળીયુ, ગામ- રાયગઢ, તા: ડોલવણ, જીલ્લો તાપી મોબાઈલ નંબર: 9016056487 સરપંચ કાર્યકાળ: 1995-2001 અને 2007-2011 |
અરવિંદભાઇ અવસુભાઇ ગાંગોડા: હાલના સરપંચ, રાયગઢ ગામ, ડોલવણ, તાપી ઉંમર: 52 વર્ષ વ્યવસાય: ખેતી રહેઠાણ: ડુંગરી ફળીયુ, ગામ- રાયગઢ, તા: ડોલવણ, જીલ્લો તાપી મોબાઈલ નંબર: 9016056487 સરપંચ કાર્યકાળ: 1988-1995, 2011-2015, 2022-present |
ફિલિપભાઇ નવસુભાઇ ગાંગોડા: ભૂતપૂર્વ પંચાયત સભ્ય, કોમ્પ્યુટર ઓપરેટર અને મનરેગા મેટ ઉંમર: 33 વર્ષ વ્યવસાય: ખેતી અને પશુપાલન રહેઠાણ: નિશાળ ફળીયુ, ગામ- રાયગઢ, તા: ડોલવણ, જીલ્લો તાપી મોબાઈલ નંબર: 9429857434 કાર્યકાળ: 2009-2014: રાયગઢ ગ્રામ પંચાયત ખાતે કોમ્પ્યુટર ઓપરેટર (હંગામી) 2018-2022: ડોલવણ તાલુકા પંચાયત કચેરી ખાતે કોમ્પ્યુટર ઓપરેટર (હંગામી) 2011-2015: મનરેગા (MAHATMA GANDHI NATIONAL RURAL EMPLOYMENT GUARANTEE ACT) યોજનામાં “મેટ” તરીકે કાર્યરત. |
અરજીની ટૂંક વિગત :- |
આ અરજીમાં નોંધાયેલ તથ્યો મુજબ, અરજદારો (૧) શ્રી દિલિપભાઇ ગંગુભાઇ ઠાકરે, (૨) શ્રી જાલિમભાઇ ગમનભાઇ ઠાકરે, (૩) શ્રી સાધુરામ સોમાભાઇ ઠાકરે, (૪) શ્રી બિપિનભાઇ ગંગુભાઇ ઠાકરે, અને (૫) શ્રી અંકિતભાઇ ગંગુભાઇ ઠાકરે (તમામ રહેવાસી: ઉપલુ ફળીયુ, ગામ- રાયગઢ, તાલુકો ડોલવણ, જિલ્લો તાપી) એ આક્ષેપ કર્યો છે કે, આક્ષેપિત (૧) શ્રીમતી મંજુલાબેન વા/ઓ અરવિંદભાઇ અવસુભાઇ ગાંગોડા (ભુતપુર્વ સરપંચ તથા ડોલવણ તાલુકા પંચાયત સભ્ય, રહેવાસી: ડુંગરી ફળીયુ, ગામ- રાયગઢ, તાલુકો ડોલવણ, જિલ્લો તાપી અને આક્ષેપિત (૨) શ્રી અરવિંદભાઇ અવસુભાઇ ગાંગોડા (હાલ કાર્યરત સરપંચ, રહેવાસી: ડુંગરી ફળીયુ, ગામ- રાયગઢ, તાલુકો ડોલવણ, પો જિલ્લો તાપી નાઓએ સેવા કાર્યકાળ દરમ્યાન પંચાયતના સામુહિક વિકાસના કામોમાં ગેરરીતિઓ આચરી અને સરકારી નાણાનો દુરઉપયોગ કરી ભ્રષ્ટાચાર ફેલાવ્યો છે.. આક્ષેપિત (૩) શ્રી ફિલિપભાઇ નવસુભાઇ ગાંગોડા (ભુતપુર્વ પંચાયત સભ્ય અને કોમ્પ્યુટર ઓપરેટર તથા મનરેગા યોજના હેઠળ મેટ તરીકે, રહેવાસી: નિશાળ ફળીયુ, ગામ- રાયગઢ, તાલુકો ડોલવણ, જિલ્લો તાપી) એ પણ ગેરનિતી આચરી અને અંદાજે ૩૩ લાખ રુપિયાનું પોતાનું મકાન બનાવી ભ્રષ્ટાચાર કર્યો છે આમ, આ અરજીમાં વર્ષ ૨૦૧૧ થી ૨૦૧૫ સુધીના સમયગાળામાં મનરેગા યોજના હેઠળ થયેલ કામગીરીમાં ડોલવણ તાલુકાના રાયગઢ ગ્રામ પંચાયતના તત્કાલિન સત્તાધીશો અને જે તે સમયના ભ્રસ્ટ અધિકારીઓ મેળાપીપણામાં કરોડો રુપિયાનો ભ્રષ્ટાચાર આદરી મોટા પ્રમાણમાં અપ્રમાણસર મિલકતો વસાવ્યા અંગેના ગંભીર આક્ષેપો કરતી અરજી કરેલ છે. જેમાં અરજદારે મોઘમ પ્રકારના આક્ષેપ કરેલ છે કે, |
આક્ષેપિત નંબર (૧) શ્રીમતી મંજુલાબેન, જેઓ અરવિંદભાઇ અવસુભાઇ ગાંગોડાના પત્ની છે અને જેઓ ભૂતપૂર્વ સરપંચ તથા ડોલવણ તાલુકા પંચાયતના સભ્ય રહી ચુક્યા છે, તેમજ આક્ષેપિત નંબર (૨) શ્રી અરવિંદભાઇ અવસુભાઇ ગાંગોડા, જેઓ હાલમાં રાયગઢ ગ્રામ પંચાયત, ડોલવણ, તાપીના સરપંચ છે, તેમના સેવાકાળ દરમિયાન પંચાયતના લાભાર્થીઓને યોગ્ય લાભ પ્રદાન ન કરી પોતાનો વ્યક્તિગત લાભ ઉઠાવ્યો છે. તેમણે પોતાના ખેતીવાડી કામગીરી માટે ટ્રેક્ટર, ઇરટીગા ફોર વ્હિલર અને ત્રણ દ્રીચક્રી વાહનો ખરીદી છે. ઉપરાંત, તેમણે પોતાના મકાનમાં વિશાળ પ્રમાણમાં ફર્નિચર અને અન્ય સુવિધાઓનું કામ કરાવેલ છે. તેમના સગાસંબંધીઓના બેંક ખાતાઓમાં મોટી રકમ જમા કરાવીને આર્થિક અનિયમિતતાઓ પણ કરી છે. |
આક્ષેપિત શ્રી ફિલિપભાઇ નવસુભાઇ ગાંગોડા, જેઓ ભૂતપૂર્વ પંચાયત સભ્ય તરીકે તેમજ કોમ્પ્યુટર ઓપરેટર અને મનરેગા યોજના અંતર્ગત મેટ તરીકે કાર્યરત હતા, તેમણે રાયગઢ ગ્રામ પંચાયત, ડોલવણ, તાપી ખાતે તેમની સેવા અવધિ દરમિયાન ગંભીર અને વ્યાપક ગેરનિતી અને ભ્રષ્ટાચાર આચરીને અંદાજે ૩૩ લાખ રૂપિયાનું વૈભવી મકાન બનાવ્યું છે. |
આરોપીઓએ વર્ષ ૨૦૧૧થી ૨૦૧૫ના સમયગાળા દરમિયાન મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) યોજના અંતર્ગત આપવામાં આવેલ જોબકાર્ડ અને પાસબુકો લાભાર્થીઓને ન આપીને, તેને પોતાની પાસે જ રાખીને તેમાં ખોટા સહિસિક્કા કરીને વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચર્યો છે. આ કૃત્યમાં કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની પણ સંડોવણી હોવાનું પણ માનવામાં આવે છે |
આરોપીઓએ વર્ષ ૨૦૧૧થી ૨૦૧૫ સુધીના કાળખંડ દરમિયાન રાયગઢ ગ્રામ પંચાયતના અંતર્ગત ૧૦૦% જમીન સમતલીકરણના નામે કથિત રીતે રૂપિયા ૩૦,૦૦૦ થી ૫૦,૦૦૦ સુધીના કામની આડમાં માત્ર નામમાત્ર કામ કરીને રૂપિયા ૨,૮૦,૦૦૦ થી વધુની રકમ બતાવીને બાકી રહેતા સરકારી નાણાંનો દુરુપયોગ કરી ભારે પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચર્યો છે. વિગેરે મુજબના મોઘમ પ્રકારના આક્ષેપોવાળી અરજી કરેલ છે. |
અરજી તપાસની પુર્વભુમિકા |
મુખ્ય પોલીસ અધિકારી અને નિયામકશ્રી, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની કચેરી ગુજરાત રાજ્ય અમદાવાદ ખાતેથી તાપી જિલ્લાના ડોલવણ રાયગઢ ગામ ખાતે આવેલ અરજદારો શ્રી દિલિપભાઇ ગંગુભાઇ ઠાકરે, શ્રી જાલિમભાઇ ગમનભાઇ ઠાકરે, શ્રી સાધુરામ સોમાભાઇ ઠાકરે, શ્રી બિપિનભાઇ ગંગુભાઇ ઠાકરે અને શ્રી અંકિતભાઇ ગંગુભાઇ ઠાકરે (તમામ રહે. ઉપલુ ફળીયુ, ગામ- રાયગઢ,તા. ડોલવણ, જિલ્લો તાપી) દ્વારા શ્રીમતિ મંજુલાબેન અરવિંદભાઇ અવસું (સરપંચ) તથા અન્ય બે વ્યક્તિઓ શ્રી અરવિંદભાઇ અવસુભાઇ ગાંગોડા અને શ્રી ફિલિપભાઇ નવસુભાઇ ગાંગોડા નાઓ વિરુધ્ધ ભ્રષ્ટાચાર અને ગેરરીતિ કરી સરકારી નાણાંનો દૂરઉપયોગ કર્યાના ગંભીર આક્ષેપોવાળી અરજીની પ્રાથમિક તપાસ કરી અહેવાલ પાઠવવા અંગે સંદર્ભિત પત્ર-૧ આધારે નિર્દેશ મળ્યા હતા. |
અરજીમાં કરવામાં આવેલ આક્ષેપોની તપાસ :- |
સદર અરજીમાં કરવામાં આવેલ આક્ષેપોની વિગતવાર સમીક્ષા કરવા સંદર્ભે આક્ષેપોની ચકાસણી અંગે દસ્તાવેજી પુરાવા એકત્ર કરી, મહત્વના તથ્યો તપાસી, અરજદારો અને આક્ષેપિતોના નિવેદન મેળવી તેમજ ચેરમેન અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જિલ્લા પંચાયત કચેરી તાપીની કચેરીના પત્ર ક્રમાંક: જી.ગ્રા.વિ.એ/મનરેગા/રાયગઢ/ફરીયાદ/વશી-૧ ૪૨૮થી૧૪૨૯/૨૦૧૮ તા:૨૭/૦૭/૨૦૧૮થી નાયબ સચિવશ્રી ગુજરાત તકેદારી આયોગ ગાંધી નગરની કચેરીને રાયગઢ ગ્રામ પંચાયતમાં થયેલ કામોની તપાસ બાબતે હકિકતલક્ષી મુદ્દાસરના અહેવાલનો આધાર લઇ તપાસ કરવામાં આવતા નીચે મુજબની હકીકત જણાઈ આવેલ છે |
નિષ્કર્ષ : પ્રથમ આ સદર અરજી પ્રકરણની ગંભીરતા અને સંવેદનશીલતાને ધ્યાનમાં લઈને તદુપરાંત, આ અરજી પ્રકરણની તપાસ દરમ્યાન બહાર આવેલ માહિતી અનુસાર ગુજરાતના તાપી જિલ્લામાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (MGNREGA) જે સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવેલ આ એક સામાજિક સુરક્ષા માપદંડ છે. જેનો ઉદ્દેશ્ય એવા દરેક ગ્રામીણ પરિવારને નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસની બાંયધરીકૃત વેતન રોજગાર પ્રદાન કરવાનો છે. જેમાં પુખ્ત સભ્યો અકુશળ મેન્યુઅલ કામ કરવા માટે સ્વયંસેવક છે. ગ્રામીણ ગરીબી ઘટાડવા અને બેરોજગારીને સંબોધવામાં તેની ભૂમિકા માટે આ અધિનિયમ નોંધપાત્ર છે. આ મનરેગા યોજનાના અમલીકરણમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના અમલીકરણમાં નોંધપાત્ર ગેરરીતિઓની,ફંડના ખોટા વિતરણ, વિકાસ પ્રોજેક્ટોમાં નીચા ગુણવત્તાના કામ અને નિર્ણય-મેકિંગ પ્રક્રિયાઓમાં પારદર્શકતાની અછત જેવા મુદ્દાઓ અને સ્થાનિક અધિકારીઓ અને જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી વચ્ચે સંભવિત સાંઠગાંઠના પરીણામે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા વર્ષ 2019માં દાખલ કરવામાં આવેલી પીઆઈએલના (કેસ નંબર : 2019ની આર/રીટ પિટિશન (PIL) નંબર 164)ની સુનાવણી દરમ્યાન થયેલ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગ્રામીણ વિકાસ કમિશનરનાઓને તાપી જિલ્લામાં મનરેગાના ભંડોળના દુરુપયોગની તપાસ શરૂ કરવા તથા સંડોવાયેલા અધિકારીઓ સામે પગલાંની અછતની નોંધ લઇ યોજનાના અમલીકરણ અને દેખરેખમાં દરેક સ્તરે અધિકારીઓની ભૂમિકા શોધવા માટે તપાસ અધિકારીની નિમણૂક કરીને જાહેર ભંડોળના દુરુપયોગની તપાસમાં જિલ્લા, તાલુકા અને પંચાયત સ્તરે તમામ અધિકારીઓને નોટિસ આપી તેમની સુનાવણી કરે અને “જેની ભૂમિકાઓ છે તે તમામ ભૂલ કરનારા લોકો સામે એફઆઈઆર કરવા અને નામદાર હાઈકોર્ટમાં સંબધિત તપાસનો અહેવાલ સુપરત કરવા વિભાગને આદેશ આપવામાં આવેલ છે. હાલના તબ્બકે આ મેટર નામદાર હાઇકોર્ટ ખાતે ન્યાયાધીન ( SUB JUDICE – The matter is therefore sub judice and it would be inappropriate for any further action ) હોય લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, તરફે હાલના તબ્બકે અન્ય કોઈ કાર્યવાહી યોગ્ય જણાઈ આવતી ના હોય, જેથી આ સરકારી નાણાંની અનુચિત અને અન્યાયી વપરાશના કાર્યમાં સક્રિય સહભાગિતા નિભાવનાર દોષિત વ્યક્તિઓ પર યોગ્ય અને સમયસર તપાસ કાર્યવાહી માટે અને વિભાગીય સ્તરે કડક પગલાં લેવાની તેમજ આવા ભ્રષ્ટાચારની ભવિષ્યની ઘટનાઓને રોકવા માટે કડક દેખરેખની પદ્ધતિ, નિયમિત ઓડિટ અને ઉન્નત પારદર્શિતાના સંદર્ભે કાર્યવાહી કરવા સંબધે આપ સાહેબ મહેરબાનશ્રી મુખ્ય પોલીસ અધિકારી અને નિયામકશ્રી, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, ગુ.રા.,અમદાવાદનાઓની કચેરી મારફતે ગ્રામીણ વિકાસ વિભાગ તરફ લખાઈ જવા નમ્ર વિનંતી છે. આ સાથે અસલ અરજી પ્રકરણ તથા તપાસના કાગળો પાના નં. ૦૧ થી સુધીના સામેલ કરીને મોકલી આપેલ છે.જે આપ. સા. મે. વિદિત થાય. | |
બિડાણ :- અસલ અરજી પ્રકરણ તથા તપાસના કાગળો પાના નં. ૦૧ થી | (એસ.એચ.ચૌધરી) પોલીસ ઇન્સ્પેકટર ઈન્ચાર્જ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, વ્યારા – તાપી |
સવિનય રવાના મારફતે મદદનીશ નિયામકશ્રી એ.સી.બી સુરત એકમ,સુરત. |